કંઇક લખીને બ્લોગ પર પોસ્ટ કર્યાને વર્ષ થઇ ગયુ. રોજના કામમા એવો ફસાઇ ગયો કે ક્યારે ગુજરાતીમા લખવાનું અને મિત્રોના બ્લોગ વાંચવાનું બંધ કર્યુ એનો ખ્યાલ જ નથી. એમ ને એમ ‘તણખા’ બંધ થઇ ગયા અને હવે મારી લખેલી એકેય પોસ્ટ મને જડતી નથી. બધુ નવેસરથી શરૂ કરી રહ્યો છું અને એની શરૂઆત એક જલદ ઓબ્સર્વેશનથી કરવાને મન તલપાપડ થઇ રહ્યું છે. તો લો, એક અવલોકનઃ
એક સામાજિક પ્રસંગ છે. સુટ બુટ કે સાડીઓ અને મોંઘા ઘરેણા પહેરીને લોકો આવે છે. ઘરે કુતરા બિલાડાની જેમ ઝઘડનારાઓ આવા પ્રસંગે એટલા શાંત થઇ જાય છે કે માન્યામાં ન આવે. પછી એક વિષય પકડવામાં આવે છે. અને એના વિશે કોઇ એક ભાઇ બોલવાની શરૂઆત કરે છે. આપણો સૌથી માનીતો વિષય એટલે ‘રાજકારણ’.
‘હેં અજયભાઇ, આ અમિતાભને ગાંધી ફેમીલી જોડે ખરેખર નથી બનતું?’
હવે આવામાં જેને પુછાયું એ જવાબ આપે એ પહેલા કો’ક ત્રીજો જ્ઞાની બોલી જ પડવાનો.
‘હાસ્તો કાકા. આ બધા ગ્રુપ પડી ગ્યા છે. મૂળતો આ બધુ રિલાયંસ ને લીધે….’
હવે આ ચર્ચા ૨ કલાક તો એય આરા….મથી ચાલવાની. એમાં આપણા જ્ઞાનવિદ્ મહાપુરુષો અને વિદૂષી સ્ત્રીઓ અમિતાભ,શાહરૂખ,જયા,સોનિયા,અનિલ,મુકેશ,અભિષેક,ઐશ્વર્યા,અમરસિંઘ,મુલાયમ,રાહુલ,મનમોહન અને એમ આગળ આ બધાને પોતાના મિત્રોની વાતો કરતાં હોય એમ ઘસડીને એમનાં ચરિત્રોમાં ફેરફાર કરીને પોતાની માનસ દુનિયામાંથી આ દુનિયામાં લઇ આવશે.
અને કોઇ એક શાણી બેનને સમય જોવાનું ભાન થશે ત્યારે આ બધા સભ્ય કુટુંબો એક પછી એક વિખરાશે.
અહીં જોવા જેવી વાત એક એ કે આમાંના કોઇ ઘણું જાણતા નથી હોતા. આવા પ્રસંગે જ કદાચ એમની વક્તૃત્વકળા બહાર આવે છે. ‘સોશિયલ ગેધરીંગ’ કે ‘ગેટ ટુગેધર’ ના નામે આ લોકો કોઇપણ જાતની તૈયારી વગર ભેગા થશે, ચર્ચા-વિચારણાઓ કરશે. ઘરે જઇ, હાશ કહી; કપડા બદલી સુઇ જશે. બીજો દિવસ એવી રીતે ઉગે કે ગઇકાલે કંઇ બન્યુ જ નથી! ઘણા લોકો આવા છે, આવી રોજની એક મિટીંગ ભારતવર્ષમાં થતી જ હશે એમ માનવાને કોઇ શંકા નથી. તોયે આપણે કેમ ઠેર ના ઠેર? પ્રગતિ થાય છે એમ કહેનારા ઘણા મળી રહેશે પણ પ્રગતિ માપવાના પરિમાણ જ ખોટાં હોય તો? જરા વિચારશો.
7 responses so far ↓
Nilesh Vyas // June 15, 2008 at 1:26 pm |
welcome back sarjeet
jugalkishor // June 15, 2008 at 4:04 pm |
ઓટલા પરીષદ, ચોટલા પરીષદ વગેરે હતું. હવે આવશે નેટ પરીષદ ! પણ પરીષદો તો રહેવાની !
સુરેશભાઈ હમણાંથી ગુફાવાસીઓના જમાનાની નવલકથા લખે છે, એમને પુછો તો એમની નવલકથામાંય ભવીષ્યમાં પરીષદો હશે !
અમદાવાદમાં સાહીત્ય પરીષદ છે !! એની વાતો સાંભળો તો ખબર પડે કે ત્યાંય….ગુજ.સમાચારમાં બે હપ્તામાં ઉર્વીશ કોઠારીએ સાહીત્ય પરીષદ વીષે લખ્યું તેય વાંચવા જેવું છે….
બાય ધ વે, સરજીત, તમે આવ્યા તેનું સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ…હવે લખવાનું અટકાવશો નહીં.
કુણાલ // June 16, 2008 at 6:47 am |
welcome back sarjeet … gr8 to c u back on blog …
really gud observation and quite apparent question of the measurement units of today’s society .!! …
સુરેશ જાની // June 16, 2008 at 8:12 pm |
ચાલ, ચર્ચા ફરી શરુ કરવી છે? !!!
સર્જિત // June 17, 2008 at 3:57 am |
ચોક્કસ દાદા!
nisha dani // June 17, 2008 at 4:44 pm |
sarjit welcome back…and now dont disappear …
all the best..
nice starting..
Chirag Patel // June 25, 2008 at 8:08 pm |
Welcome back Sarjeet. Where have you been?
Every human being has tendency that some listener should be there and he/she will start fire! Being social animal, we need to express or feelings/views. All these ivolve from ‘ego’. If there is no ego, there is no person. Egoless being is united with God. Very few can do that.
So, let all “parishad”s carry on! We all love it. We all need to satisfy our ego.
It has nothing to do with progress. We all talk. Who has time to implement?