ક્ષિતિજ સળગે

Entries from June 2008

‘રીત્રે’

June 20, 2008 · 1 Comment

આજે જ બોલવાની એક નવી રીત જોઇ. “હું કોઇ કામ આ ‘રીતે’ કરુ છું.” ની જગ્યાએ એક ભાઇને “હું કોઇ કામ આ ‘રીત્રે’ કરુ છું.” એમ બોલતા સાંભળ્યા. ખરેખર ‘રીત્રે’ જેવો કોઇ શબ્દ છે કે માત્ર તળપદો જ? આમ શબ્દો કઇ રીતે ચલણમા આવ્યા?

Categories: ગુજરાતી

ચર્ચા-૧

June 17, 2008 · 1 Comment

દાદાએ ચર્ચાનું આમંત્રણ આપ્યુ અને જાણે વિષય સામેથી આવી ગયો.

Smoking

આજે સવારે સાડા છ એ આંખ ખુલી, મારા પેટ્સ સાથે રમતા રમતા પાછો ઝોકે ચડી ગયો અને એ તંદ્રાવસ્થામાં એક સ્વજનની યાદ આવી જે અમારી વચ્ચે નથી રહ્યા. એ વાતને ય લગભગ નવેક વર્ષ થઇ ગયા પણ જે કારણોસર એમનું મૃત્યુ થયું એ સો ટકા ચર્ચાને લાયક છે. ‘વ્યસન’. દારૂ અને સિગરેટનું વ્યસન. મારા પિતાશ્રી એ એકવાર એમણે યોજેલા વ્યસન મુક્તિ સેમિનારમાં કહેલી વાત આજેય નથી ભુલાતી અને કદાચ એટલે જ હું પોતે પણ વ્યસની નથી. એમણે કહેલું ‘પોતાના હોઠથી માંડ એક ઇંચ દુર કદાચ ચિતાની આગ કરતાં ય વધારે તાપમાને કાગળ બાળીને એનો ધુમાડો લેનાર માણસથી મુરખ માણસ મે હજુ નથી જોયો.’ પછી એમણે એમના સાથી ઓફિસરો ને શપથ લેવડાવેલા, કેટલા એ પાળ્યા એ યાદ નથી. મારી ઉંમર પણ ઘણી નાની હતી. પણ આ રવાડે ચડેલા લોકો પોતાની સાથે સાથે પોતાના સ્વજનો, કુટુંબોને લઇ ડુબે છે. નાના બાળકો સામે સિગરેટ પીતો બાપ બે ખોટા કામ કરે છે. એક તો બાળકોનું માનસ બગાડવું અને બીજુ ‘પેસિવ સ્મોકીંગ’ એટલે કે એક રીતે બાળકોના શ્વાસમાં પણ આ ધુમાડો ભેળવવાનું. ડ્રગ્સ વિશે પણ ઘણૂં લખાય એમ છે. એ ચર્ચામાં પણ આપ સૌની જાણકારી સહાયરૂપ રહેશે. દારૂની તો વાત જ કંઇ ઓર છે, એના વિશેના મારા કેનેડાના પ્રસંગો જરૂર ચર્ચીશ પણ અત્યારે તો પહેલી ચર્ચામાં આટલું જ.

Categories: ગુજરાતી

નમસ્તે

June 15, 2008 · 7 Comments

કંઇક લખીને બ્લોગ પર પોસ્ટ કર્યાને વર્ષ થઇ ગયુ. રોજના કામમા એવો ફસાઇ ગયો કે ક્યારે ગુજરાતીમા લખવાનું અને મિત્રોના બ્લોગ વાંચવાનું બંધ કર્યુ એનો ખ્યાલ જ નથી. એમ ને એમ ‘તણખા’ બંધ થઇ ગયા અને હવે મારી લખેલી એકેય પોસ્ટ મને જડતી નથી. બધુ નવેસરથી શરૂ કરી રહ્યો છું અને એની શરૂઆત એક જલદ ઓબ્સર્વેશનથી કરવાને મન તલપાપડ થઇ રહ્યું છે. તો લો, એક અવલોકનઃ

એક સામાજિક પ્રસંગ છે. સુટ બુટ કે સાડીઓ અને મોંઘા ઘરેણા પહેરીને લોકો આવે છે. ઘરે કુતરા બિલાડાની જેમ ઝઘડનારાઓ આવા પ્રસંગે એટલા શાંત થઇ જાય છે કે માન્યામાં ન આવે. પછી એક વિષય પકડવામાં આવે છે. અને એના વિશે કોઇ એક ભાઇ બોલવાની શરૂઆત કરે છે. આપણો સૌથી માનીતો વિષય એટલે ‘રાજકારણ’.

‘હેં અજયભાઇ, આ અમિતાભને ગાંધી ફેમીલી જોડે ખરેખર નથી બનતું?’

હવે આવામાં જેને પુછાયું એ જવાબ આપે એ પહેલા કો’ક ત્રીજો જ્ઞાની બોલી જ પડવાનો.

‘હાસ્તો કાકા. આ બધા ગ્રુપ પડી ગ્યા છે. મૂળતો આ બધુ રિલાયંસ ને લીધે….’

હવે આ ચર્ચા ૨ કલાક તો એય આરા….મથી ચાલવાની. એમાં આપણા જ્ઞાનવિદ્ મહાપુરુષો અને વિદૂષી સ્ત્રીઓ અમિતાભ,શાહરૂખ,જયા,સોનિયા,અનિલ,મુકેશ,અભિષેક,ઐશ્વર્યા,અમરસિંઘ,મુલાયમ,રાહુલ,મનમોહન અને એમ આગળ આ બધાને પોતાના મિત્રોની વાતો કરતાં હોય એમ ઘસડીને એમનાં ચરિત્રોમાં ફેરફાર કરીને પોતાની માનસ દુનિયામાંથી આ દુનિયામાં લઇ આવશે.

અને કોઇ એક શાણી બેનને સમય જોવાનું ભાન થશે ત્યારે આ બધા સભ્ય કુટુંબો એક પછી એક વિખરાશે.

અહીં જોવા જેવી વાત એક એ કે આમાંના કોઇ ઘણું જાણતા નથી હોતા. આવા પ્રસંગે જ કદાચ એમની વક્તૃત્વકળા બહાર આવે છે. ‘સોશિયલ ગેધરીંગ’ કે ‘ગેટ ટુગેધર’ ના નામે આ લોકો કોઇપણ જાતની તૈયારી વગર ભેગા થશે, ચર્ચા-વિચારણાઓ કરશે. ઘરે જઇ, હાશ કહી; કપડા બદલી સુઇ જશે. બીજો દિવસ એવી રીતે ઉગે કે ગઇકાલે કંઇ બન્યુ જ નથી! ઘણા લોકો આવા છે, આવી રોજની એક મિટીંગ ભારતવર્ષમાં થતી જ હશે એમ માનવાને કોઇ શંકા નથી. તોયે આપણે કેમ ઠેર ના ઠેર? પ્રગતિ થાય છે એમ કહેનારા ઘણા મળી રહેશે પણ પ્રગતિ માપવાના પરિમાણ જ ખોટાં હોય તો? જરા વિચારશો.

Categories: ગુજરાતી · વર્તમાન