ક્ષિતિજ સળગે

બધા કહે ગુજરાતી બચાવો…नेति नेति|

April 11, 2007 · 9 Comments

ગુજરાતી બચાવો
પેપર ૭ માં લખાયેલી એકમાત્ર કોમેન્ટ જોઇને દુખ થયું. પછી વિચાર આવ્યો કે કદાચ મૌલિકતાને આ બધામાંથી પસાર થવું પડતુ હશે! ૭ અને ૮-આ બે આંકડાઓ વચ્ચે જીવનની કંઇક પળો વહી ગઇ છે એટલે એની અસર નીચે જ આ પોસ્ટ લખાશે. સામાન્ય રીતે અત્યાર સુધી બ્લોગીંગને એક શોખ તરીકે લેતો હતો, હવે એમાં કંઇ બીજુ દેખાય છે. એટલે ૭માં પેપરમાં કરેલી મહેનત ના જવાબરૂપે આવેલી એક કોમેન્ટ જોઇને જે દુખ થયું હતું એ પાછળની લાગણીઓને સમજતા આ સમય ગયો એમ માનીને જે વાંચે છે એ ક્ષમા કરે એવી યાચના કરું છું. યાહુનું ‘ગુજ્જુ બ્લોગર્સ’ ગ્રુપ આ દુનિયાનો અણદીઠો ચહેરો છે. એ ઘરની અંદરની વાતો છે. અને એમાં ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ લગાડો તો એના પ્રત્યાઘાતો તમને બધાના બ્લોગ પર જોવા મળશે. હું પણ એમાંથી બાકાત નથી. મૂળ વાત પર આવું તો મારા એક પ્રિય સાથી મિત્રની એક વાતે જરા વિચારતો કરી મુક્યો. નિજાનંદ માટે લખવું, તડાફડીની જેમ લખવું, તમારા પૃષ્ઠ પર હિટ્સ મેળવવા માટે લખવું કે માત્ર લોકોના માર્ગદર્શન માટે લખવું?. આવો એક પ્રશ્ન ઉભો થયો. અમે બધા ગુજરાતીવાળા એટલે મીઠી ભાષામાં એકબીજાને કાપવાનો સિલસિલો ચાલુ થયો. બેશક મેં પણ ઉછળી ઉછળીને ઘા કર્યા પણ પછી શક્તિવ્યયની બીકે ‘મને માફ કરો’ કહી હું મુછમાં હસતો ખસી ગયો ને મારા કામે લાગી ગયો. પણ પેલા ભાઇએ કહેલી વાત હજુ સાલે છે એટલે એ વ્યક્ત કર્યા વગર રહી શક્તો નથી. છેલ્લા એક વર્ષમાં ગુજરાતી બ્લોગ હતા તેનાથી ત્રણગણાં કે એથી વધુ થઇ ગયા છે. આપણી પ્રગતિની કલગી કહો કે ખોટો વસ્તીવધારો, બંને રીતે આ સાચી વાત છે. પણ આમાં વર્ડપ્રેસ કે બ્લોગર જેવી કેટેગરી પડવા મંડી છે. નિજાનંદવાળા, માર્ગદર્શનવાળા અને આગળ એમ વિભાગો પડતા દેખાય છે. ‘તેણી’ને ઇમ્પ્રેસ કરવા માટે પણ અહીં ફ્રી બ્લોગ રજિસ્ટર કરાવનાર કો’ક મળી જાય તો નવાઇ નહિ. અહીં મારી મિશ્ર ગુજરાતીને સહન કરશો. પણ મેં આજથી નક્કી કર્યું છે કે

૧) જે લખીએ એનો પ્રચાર કરવો નહિ. આને લીધે પેલા ભાઇ જેવી વ્યક્તિઓ મારા સ્વમાનને ઘા કરી ગઇ (”બ્લોગ પર જાતે હિટ્સ મેળવવાના ઘણા રસ્તા છે :)” આવું લખનાર એ વ્યક્તિ ઘણી જ્ઞાની છે અને કદાચ હું પણ એક વ્યક્તિની દૃષ્ટિએ એમનાથી ઉતરતો હોઇશ. પણ મારામાંનો લેખક આ લખ્યા વગર રહેવાનો નથી.) એટલે બધે આ લીંક્સ મુકવાનું હવેથી બંધ કરીશ જેને લખાણ ગમે એ બીજાને આના વિશે કહે.

૨) ગુણવત્તા. સુરેશદાદાના બ્લોગ જુઓ. ૨૪૦થી ઉપરના વ્યક્તિવિશેષ અને પરિચયો છે. એ પણ વર્ડપ્રેસ પરનો મફત રજિસ્ટર કરાવેલ બ્લોગ જ છે. ‘મેઘધનુષ’, ‘ઉર્મિનો સાગર’, ‘પરમ સમીપે’, ‘નેટ ગુર્જરી’, ‘બંસીનાદ’, ‘બાગે વફા’,‘શબ્દો છે શ્વાસ મારા’, ‘લયસ્તરો’, ‘ટહુકો’, ‘અમીઝરણું’ ‘અંતરની વાણી’ અને બીજા અત્યારે યાદ ન આવતા બ્લોગ જુઓ. ગણીને વીસ જેવા બ્લોગ; વેબસાઇટ કહી શકા તેવી માહિતી ધરાવે છે અને સૌથી અગત્યની વાત એ કે આ બધા રેગ્યુલર છે.
આમાં અતિસ્તુતિ ન કરતા હવે બધાને કોઇ જાતની યુનિફોર્મીટી લાવવા કહીશ કે જેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા જળવાવાની સાથે સાથે એક મોટો વાચકવર્ગ ઉભો કરી શકાય. અત્યારેતો વાચક આટલા બધા નામો જોઇને જ ગુંચવાઇ જાય છે અને કદાચ સારા વાંચનથી વંચિત રહી જાય છે. આમાં આપણે કોન્ફરન્સો અને બધુતો કરીએ જ છીએ પણ હજુ વધારે ઓર્ગેનાઇઝ્ડ થઇને આગળ વધીએ એ હિતાવહ ગણાશે. પ્લેગીયારીઝમ, કોપીરાઇટ મુદ્દો, સ્વરચિત લખાણોની યાહુ જેવી સાઇટો દ્વારા સીધી ઉઠાંતરી, રીડગુજરાતી પરની ૧૩૨ કોમેન્ટ્સ, અનિમેષભાઇ અને નામી અનામી એવા ગોલમાલની તડાફડી અને એમના બ્લોગ પરની જાહેરાત ક્યાંક મનમાં ખૂંચે છે. આ બધુ શું સુચવે છે એ તો તેજીને ખબર પડી જ જશે.
જય સોમનાથ, ગુજરાતનો નાથ, નગરી વૈશાલી, કૃષ્ણાવતાર, સોરઠની રસધાર, માનવીની ભવાઇ, ઝેર તો પીધા છે જાણી જાણીઅને એમ આગળ રહેલી નવલો અને મહાનવલોમાં રહેલ ગુજરાતી ક્યાં છે એ જવાબ આપી શકશો?

Categories: ગુજરાતી · વર્તમાન

9 responses so far ↓

  • કલ્પેશ // April 12, 2007 at 2:35 am

    Sarjeet,

    First, excuse my writing in English here.

    Lots of Gujarati blogs does not mean lots of in-depth content. More so, I feel that some of the blogs/sites including your is an expression/extension of your personality.

    People who read these sites, will continue to do so. Some of the posts by you, show a lot of maturity & it could be a case where people are not wanting to discuss & think on those topics.

    One more thing, if there is only 1 comment on your “paper 7″ doesnt mean anything wrong with your post. I didnt read this post so far (read it tonight)

    To give you an example, “Bhagvad Geeta” is available to all of us since ages. How many of us, have understood it & put it into practice?

    So, put your best thoughts as you have been & dont bother about the rest.

    I look forward to chat with you sometime. When do you come online (timezone)?

  • Sarjeet // April 12, 2007 at 2:51 am

    I am online almost all the time ‘coz of free internet here. I’ll add you for sure.

  • Sarjeet // April 12, 2007 at 3:01 am

    આમાં હું એ જ કહેવા માંગુ છું કે હું કંઇ કોમેન્ટ માટે નથી લખતો. આ ૭મી પોસ્ટ વખતે મને એવી લાગણી થઇ આવી કે આવુ ઘણા જોડે થતું હશે. હું અંગત રીતે સમજુ છું કે ચર્ચા સિવાયના લેખોમાં કોમેન્ટ (ખરા અર્થમાં) ન હોવી એ વધુ સારુ છે. એ પરથી આ નિષ્કર્ષ પર આવ્યો.

  • hemantpunekar // April 12, 2007 at 6:20 am

    સર્જિત , એમ લાગે છે કે તને ખૂબ માઠુ લાગી ગયું છે. જેટલા માથા એટલા મત તો રહેવાના. મને તણખા પર થતા કામ વિશે માન છે અને મને લાગે છે કે કોઈ એક વ્યક્તિના મત ને કારણે તારે યાહૂ પર તારી પોસ્ટ વિશેના mails બંધ કરવાની કોઈ જરૂર નથી. જો તું પોતે જાણતો હોય કે તું hits કે comments મેળવવા માટે mails લખતો નથી, તો એટલું જ પુરતું છે.

    કોઈ વ્યક્તિ તારા કામને કઈ રીતે જુએ છે એ તારા હાથમાં નથી. મરાઠીમાં એક સરસ કહેવત છે, “સાંભળવું જનનું પણ કરવું મનનું” . જો તારું મન કહેતું હોય કે તુ યોગ્ય કામ કરે છે, તો કોઈ બીજી વ્યક્તિના મતની ચિંતા કરવાની જરૂર નથી.

    જે રીતે કોઈ તારા બ્લૉગ કે mails વિશે શું વિચારે છે એ તારા હાથમાં નથી એ જ પ્રમાણે લોકો એ કઈ રીતે બ્લૉગીંગ કરવું એ નક્કી કરવાનું પણ તારા હાથમાં નથી. જગત પોતાની રીતે ચાલશે, આપણે બહુ બહુ તો એનું અવલોકન કરી શકીએ. જ્યાં શક્ય હોય ત્યાં આપણા મંતવ્યો રજુ કરી શકીએ.

    મારી દૃષ્ટિએ આપણે ફક્ત આ બ્લૉગ-વિશ્વમાં આપણી અને અન્યની ક્ષમતાઓ અને સીમાઓ પારખી પોતાનું કામ કર્યા કરવું એ જ યોગ્ય છે. તને શું લાગે છે?

  • સર્જિત // April 12, 2007 at 6:37 am

    હેમંતભાઇ, આપની કહેવતને અનુસરવાનો પ્રયાસ જ પળેપળ કરું છું. આ પોસ્ટ લખવાનું કારણ ક્યાંય ફેરફાર કરવા કે લોકો માટેની આચારસંહિતા બનાવવાનું કે બનાવડાવવાનું નથી પણ આપણી ભાષાના નવયુગનાં આ ઘરને સુઘડ અને વ્યસ્થિત બનાવી એ જાળવવાની એક વાત શબ્દોમાં મુકવા પ્રયાસ કર્યો છે. ક્યાંક મારી લાગણીઓ વણાઇને અનર્થ કરતી હોય તો ક્ષમા કરશો.

  • કુણાલ // April 12, 2007 at 10:46 am

    સર્જિતભાઈ, મેં જ્યારે બ્લોગ બનાવ્યો ત્યારે એ મારા માટે ફક્ત નિજાભિવ્યક્તિ માટે નું માધ્યમ હતો…. પછી એક દિવસ મને પણ આવો વિચાર આવ્યો કે અચાનક મારી એક પોસ્ટ પર કોમેન્ટ જ ના આવી…ત્યારે મે પણ વિચાર્યું કે આવું કેમ?? પછી તરત જ બીજો વિચાર એ આવ્યો કે હું શા માટે બ્લોગ પર લખું છું??? લોકો વાંચે એ માટે?? મને કંઈક લખવાનું મન થાય છે તે માટે?? મને લોકો કહે કે ભાઇ આના બદલે કંઈક આવું હોય તો સારું અને તેનાથી મારી લખવાની કળા વિકસે તે માટે??

    શાને માટે હું લખું છું?? અને જે જવાબ હતો તે એ કે હું નિજાનંદ માટે લખું છું….. હવે જો મારા બ્લોગ નો અમુક સંખ્યા માં વાચકવર્ગ છે અને વિકસી રહ્યો છે.. તો આપમેળે કદાચ એક પ્રકારની જવાબદારી આવે કે હું જે કંઈ પણ લખું તે વિચારી ને લખું જેથી એની બીજા પર, જે કોઇ પણ એ લખાણ ને જાણે-અજાણે પોતાની વિચારધારામાં સમાવતાં હોય, તેમના પર માઠી અસર ન પડે… જે રીતે એક મેગેઝીનની moral responsibility હોય છે તે યાદ આવતાં મને પણ આ વિચાર આવેલો…

    પછી મેં વિચાર્યું કે જે હોય તે… હું જે લખું તે… વાંચનાર એટલું તો વિચારશે ને કે આ ભાઈ શાના માટે લખી રહ્યો છે?? એનાં મન પર છોને જે અસર પડે તે…. મારે શું??

    પણ તે દિવસથી જ્યારે પણ Publish બટન પર ક્લિક કરું ત્યારે ફરી એક વાર જોઇ જાઉં કે બકા તે જે લખ્યું તે ખરેખર Publish કરવા જેવું છે ને??

    પણ હું એક વાત માનું છું કે નદીમાં જ્યારે પૂર આવ્યું હોય ત્યારે કોઇ એમાં પડતું નથી ..તે રીતે વાચક પર આધાર રાખે છે કે એ શું અને કેટલું ગ્રહણ કરે?? અને એને ખબર હોવી જોઇએ કે કયું લખાણ નિજાનંદ માટે લખાયેલું છે અને કયું લખાણ mass માટે ?? અને સાથે લેખક ને પણ filteration બાબતે common sense હોવી આવશ્યક છે કે ભાઈ હું ક્યાં અને શું લખી રહ્યો છું???

    પણ ક્યારેય આપના લખાણ પર પ્રતિભાવનો અભાવ કે નકારાત્મક પ્રતિભાવ જોઇને નાસીપાસ થશો નહી… એ એક વિનંતી….

  • અનિમેષ અંતાણી // April 12, 2007 at 4:09 pm

    ભાઈ સર્જિત, એકની એક પોસ્ટ એક કરતાં વધુ બ્લોગ પર મુકીને શું સાબિત કરવા માંગે છે? WordPress વાળાઓએ free blog service બંધ કરવી જોઇએ?

    આની આ પોસ્ટ તણખા (http://tankha.sarjeet.com) પર પણ મુકેલી છે.

  • સર્જિત // April 12, 2007 at 5:20 pm

    આપની વાત હજુ વિસ્તારથી સમજાવશો અનિમેષભાઇ. ‘તણખા’ મારી પોતાની વેબસાઇટ છે, મફત નથી.
    જુના બ્લોગને ‘ક્ષિતિજ સળગે’ નામ આપ્યું છે. મારા બ્લોગમાં પણ પોસ્ટ મુકવાની આપ ના કહેતા હોવ તો એમ કરીએ પણ આપ આપના સવાલને આ વાતમાં કઇ રીતે જોડી શકાય એ જરૂરથી કહેશો.

  • પંચમ શુક્લ // May 13, 2007 at 11:28 am

    Keep it up…
    do what you like and don’t worry about others’ comment.
    Bloody every single individual has an openion!

Leave a Comment